News in GUJARATI

Backકપલ હનિમૂન પર ગયું ગોવા, પતિ વિશે થયો આઘાતજનક ખુલાસો, પત્ની દોડી પોલીસ સ્ટેશન
Jun 21, 2017 14:42

એક 25 વર્ષની યુવતીએ નોઈડા મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ નપુંસક હોવા અંગેનો કેસ દાખલ કર્યો છે. યુવતીએ પતિ અને સાસરીયા પર દગો કર્યાનો આરોપ લગાવતા કહ્યું કે લગ્ન વખતે આ હકીકત જણાવવામાં આવી નહતી. યુવતીએ પતિ પાસે છૂટાછેડા ઉપરાંત લગ્નનો સંપૂર્ણ ખર્ચ પણ માંગ્યો છે.

મહિલા નોઈડાના સેક્ટર 12ની રહીશ છે. નવેમ્બર 2015માં યુવતીના લગ્ન સેક્ટર 51ના કેન્દ્રીય વિહારમાં રહેતા વ્યક્તિ સાથે થઈ હતી. મહિલાએ જણાવ્યું કે લગ્ન બાદ તેઓ બંને હનીમૂન માટે ગોવા ગયા હતાં. જ્યાં તેને પતિ નપુંસક હોવાનુ જાણવા મળ્યું હતું. યુવતીએ કહ્યું કે તેનો પતિ શારીરિક સંબંધ બાંધતા ખચકાતો હતો અને આ જ કારણે તે ખુબ પરેશાન રહેતી હતી. યુવતીએ કહ્યું કે થોડા દિવસ બાદ તે પોતાની ઓફિસમાં વ્યસ્ત રહેવા લાગી પરંતુ તેણે પતિને ડોક્ટરને મળવાની સલાહ આપી હતી.

યુવતીએ કહવા મુજબ પતિ હંમેશા ડોક્ટરને મળવા મુદ્દે નજરઅંદાજ કરતો હતો. યુવતીએ એવો પણ આરોપ લગાવ્યો કે પહેલા તેનો પતિ દિવસમાં ઓફિસ જતો હતો પરંતુ બાદમાં તેણે નાઈટ શિફ્ટ કરવાનું શરૂ કરી દીધુ. તે મોડી રાતે આવતો અને વાતચીત કર્યા વગર જ સૂઈ જતો. યુવતીએ તમામ હકીકત માતાપિતાને જણાવી અને બંને પરિવાર વચ્ચે વાતચીત થઈ. એવું આશ્વાસન પણ અપાયું કે યુવતીનો પતિ એક સારા ડોક્ટરને મળશે.

પરંતુ તેની કોઈ અસર થઈ નહીં અને આખરે યુવતી પિયરમાં જઈને રહેવા લાગી. મહિલા પોલીસસ્ટેશનના SHO અંજૂ તેવરિયાએ જણાવ્યું કે આરોપી પર IPCની કલમ 498એ અને 420 અંતર્ગત ગુનો નોંધાયો છે. SHOએ કહ્યું કે અમે આ અંગે વાત કરવા માટે કપલને બોલાવીશું, પહેલા કાઉન્સિલિંગ કરીશુ અને મામલાનો ઉકેલ નહીં આવે તો બંને વચ્ચે કાનૂની વિકલ્પ જોઈશું.

પોતાની ન્યૂડ તસવીર Facebook પર શેર કરતા યોગી આદિત્યનાથ પર મહિલાએ કર્યો કેસ
Jun 21, 2017 14:38

યુપીના સીએમ યોગી આદિત્યાથ સામે એક આદિવાસી મહિલાએ કેસ ફાઈલ કર્યો છે. આસામની આ મહિલાએ યુપીના સીએમ પર આરોપ લગાવ્યો છે કે, સીએમએ તેની એક ન્યૂડ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ માટે મહિલાએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. લક્ષ્મી ઓરંગ નામની આ આદિવાસી મહિલાએ આઈપીસી અને સૂચના પ્રોદ્યોગિકી અધિનિયમની વિવિધ ધારાઓ અંતર્ગત સબ ડિવીઝનલ ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતમાં ફરિયાદ દાખલ કરી છે. મહિલાએ જણાવ્યા અનુસાર, 24 નવેમ્બર, 2007ના રોજ ગુવાહાટીના બેલટોલામાં અખિલ આસામ આદિવાસી વિદ્યાર્થી સંઘના આંદોલન દરમિયાન લેવામાં આવેલી તેની ન્યૂડ તસવીરને યોગી આદિત્યનાથે 13 જૂનના રોજ પોતાના સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ કરી હતી. આ ઉપરાંત મહિલાએ સાંસદ રામ પ્રસાદ સરમાની વિરુદ્ધ આ ફોટો શેર કરનારની સામે કેસ ફાઈલ કર્યો છે.

લક્ષ્મી ઓરંગ, જેણે સીએમ આદિત્યનાથ પર કેસ કર્યો છે

આ પહેલા યુપીના સીએમ યોગી આદિત્યનાથની વિરુદ્ધમાં કેસ ફાઈલ થયો છે. તેમના પર ધર્મ, જાતિ, જન્મસ્થાન, નિવાસ, ભાષા વગેરે આધાર પર વિવિધ સમૂહોની વચ્ચે સદભાવ બગાડવા માટે આઈપીસી ધારા 153એ અંતર્ગત બે કેસ ફાઈલ કર્યા હતા. આઈપીસી ધારા 295 અંતર્ગત પણ બે કેસ નોંધાયેલા છે. આ સાથે જ સીએમ યોગીની વિરુદ્ધમાં આઈપીસી ધારા 506, ધારા 307, ધારા 147, ધારા 336, ધારા 149, ધારા 504 અંતર્ગત પણ અનેક કેસ નોંધાયેલા છે. આ મામલે લોકસભા ઈલેક્શન 2014માં અપાયેલી તેમની એફિડેવિટમાં નોંધાયેલુ છે. જોકે, આમાંથી કેટલા કેસ બંધ થયા છે તે હજી માહિતી મળી નથી.

આ કિસ્સો એક સપ્તાહ જૂનો છે. એક લાખ ફોલોવર ધરાવતા યોગી આદિત્યનાથે ફેસબુક પેજ પર આસામની આદિવાસી મહિલા લક્ષ્મી ઓરંગની ન્યૂડ તસવીર શેર કરી હતી. તસવીરમા દાવો કરાયો છે કે, ભાજપા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં નારા લગાવવા પર કોંગ્રેસી કાર્યકર્તાઓએ એક હિન્દુ મહિલાની જાહેરમાં સાર્વજનિક સ્થળ પર ન્યૂડ કરીને બેરહેમીથી પીટાઈ કરી હતી. આ પોસ્ટ વાઈરલ થવાથી લક્ષ્મી ઓરંગે આસામના વિશ્વનાથ જિલ્લામાં યોગી આદિત્યનાથ સામે કેસ ફાઈલ કર્યો છે. લક્ષ્મીના જણાવ્યા અનસુરા, દસ વર્ષ જૂની તસવીર ફેસબુક પર શેર કરીને તેની અસ્મિતા ફરીથી ન્યૂડ કરવામાં આવી છે. સબ ડિવિઝનલ ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતે લક્ષ્મીની અરજીને સ્વીકારી લીધી છે.

10 વર્ષ પહેલા વિદ્યાર્થી આંદોલન દરમિયાન લક્ષ્મીની નિર્વસ્ત્ર કરાઈ હતી
લક્ષ્મી ઓરંગની જે તસવીરને હાલની તસવીર બતાવીને યોગી આદિત્યનાથે ફેસબુક પેજ પર પોસ્ટ કરી છે, હકીકતમાં તે દસ વર્ષ જૂની છે. 24 નવેમ્બર, 2007ના રોજ ગુવાહાટીના બેલટોલામાં અખિલ ભારતીય આસામ આદિવાસી વિદ્યાર્થી સંધના આંદોલન દરમિયાન કેટલાક લોકોએ લક્ષ્મી ઓરંગને ઘેરી લીધી હતી અને બેરહમીપૂર્વક મારી હતી. તેને એટલી માર મરાઈ હતી, તે નિર્વસ્ત્ર થઈ ગઈ હતી. વિરોધ પક્ષને તેમ છતાં દયા ન આવી તો તે ઘટનાસ્થળથી ભાગતા સમયે લક્ષ્મીનો પીછો કરીને તેને માર મરાયો હતો.

બેટી બચાવોની વાત કરનારા જ રાજનીતિ માટે દીકરીને ન્યૂડ કરે છે
યોગી આદિત્યનાથના વિરુદ્ધ કેસ ફાઈલ કર્યા બાદ લક્ષ્મી ઓરંગે કહ્યું કે, સસ્તી રાજનીતિ માટે ભાજપ જૂના જખ્મો ઉખેડી રહ્યું છે. માનવાધિકારોનું ઉલ્લંઘનનો આરોપ લગાવતા લક્ષ્મીએ કહ્યું કે, જે બેઈજજ્તીની દુનિયા ભૂલી ચૂકી હતી તેને ફરીથી યાદ કરાવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ તો બેટી બચાવોની વાતો કરે છે, ત્યા બીજી તરફ તેમની પાર્ટીના નેતા સસ્તી રાજનીતિ માટે દેશની તેમની પાર્ટી સસ્તી રાજનીતિ માટે દેશની દીકરીઓને સરેઆમ ન્યૂડ કરવાનો અપરાહ કરે છે. લક્ષ્મીએ કહ્યું કે, 10 વર્ષ પહેલા તેને કોંગ્રેસના શાસનકાળમાં ન્યૂડ કરવામાં આવી હતી, હવે ભાજપના શાસનકાળમાં ફરીથી નિર્વસ્ત્ર કરાઈ છે. આ ઘોર પીડાદાયક છે.

અમેરિકાએ ભારતને ગણાવ્યું અફઘાનિસ્તાનનો વિશ્વાસપાત્ર સાથી, પાક.ને પડી લપડાક
Jun 21, 2017 14:08

અમેરિકાના સંરક્ષણ વિભાગના વડામથક પેન્ટાગોને ભારતને અફઘાનિસ્તાનનો સૌથી વધુ વિશ્વાસપાત્ર સહયોગી ગણાવ્યું છે. અફઘાનિસ્તાન અંગેના નવા અહેવાલને અમેરિકાની સેનેટમાં રજૂ કરાયો છે.

ટ્રમ્પ વહીવટીતંત્રના પ્રથમ અહેવાલમાં ભારત પર માત્ર ભાર જ મુકાયો નથી, પરંતુ અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકાની પ્રશંસા પણ કરાઈ છે. ટ્રમ્પ વહીવટીતંત્રનો આ અહેવાલ પાકિસ્તાન માટે ફટકા સમાન છે. અફઘાનિસ્તાનમાં ભારતની સક્રિય ભૂમિકા સામે પાકિસ્તાન સતત વાંધો ઉઠાવે છે. આટલું જ નહીં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મિત્રતા અંગે પાકિસ્તાને અનેકવાર જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે.

પેન્ટાગોને અફઘાન રિપોર્ટમાં લખ્યું હતું કે અફઘાનિસ્તાનના અધિકારીઓ અને સુરક્ષા દળોને ભારત તાલિમ આપે છે. અહેવાલમાં ભારતને અફઘાનિસ્તાનું સૌથી ભરોસાપત્ર સાથી ગણાવવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનમાં હાથ ધરાયેલા વિકાસ કાર્યોમાં ભારતનો સહયોગ સૌથી વધારે છે. અફઘાનિસ્તાન-ભારત ફ્રેન્ડશિપ ડેમ અને અફઘાન સંસદની ઈમારત જેવા મહત્વના પ્રોજેક્ટમાં ભારતે અફઘાનિસ્તાનને ભારે મદદ કરી છે. છેલ્લાં એક દાયકા કરતાં પણ વધુ સમયથી અફઘાનિસ્તાનમાં હાથ ધરાયેલા વિકાસ કાર્યોમાં ભારતે ભારે મદદ કરી છે.

ભારતે અફઘાનિસ્તાનને 2016માં એમઆઈ-35 વિમાનો પણ આપ્યા હતાં. આ જ ગાળામાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ચાબહાર પોર્ટ અંગે સમજૂતી સધાઈ હતી. આ પોર્ટને કારણે પાકિસ્તાનને દૂર હડસેલી મધ્ય એશિયા અને યુરોપ વચ્ચે એક નવો વેપારી માર્ગ અસ્તિત્વમાં આવશે. ભારતે 1 એપ્રિલથી 27 માર્ચ 2017 સુધીમાં અફઘાનિસ્તાનને રૂ. 221 કરોડની નાણાકીય સહાય પણ કરી છે.

વિપક્ષમાં પડી તિરાડ! રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નીતિશકુમારનું NDAના ઉમેદવારને સમર્થન
Jun 21, 2017 13:59

બિહારના સત્તાધારી જનતા દળ યુનાઈટેડ (જેડીયુ) રાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને સમર્થન કરશે. મુખ્યમંત્રી નીતિશકુમારે આ મામલે જેડીયુ વિધાયકો, મંત્રીઓની એક બેઠક બોલાવી હતી. બેઠક બાદ જેડીયુ વિધાયક રત્નેશ સદાએ આ જાહેરાત કરી હતી. જો કે ઔપચારિક જાહેરાત સાંજે કરવામાં આવશે. જો કે ઔપચારિક જાહેરાત સાંજે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક બાદ કરવામાં આવશે. નીતિશકુમારના એનડીએ ઉમેદવારને સમર્થ આપવાની વાત એ વિપક્ષની એકતાને મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે. નીતિશકુમારે જ સૌથી પહેલા રાષ્ટ્રપતિ માટે વિપક્ષી એક્તાની વકિલાત કરી હતી. જેડીયુનું રામનાથ કોવિંદને સમર્થન આપવાની જાહેરાતની સાથે જ એનડીએના ઉમેદવારની સ્થિતિ વધુ મજબુત બની ગઈ છે. હવે તેમના પક્ષમાં 50 ટકાથી વધુ મત પડી શકે છે. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી પાર્ટીઓ ગુરુવારે એક બેઠક યોજવાની છે જેમાં ઉમેદવારની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ હવે તામિલનાડુના ડીએમકે પણ કોવિંદને સમર્થન આપવા પર વિચાર કરી શકે છે. નીતિશકુમારે રાષ્ટ્રપતિ પદ માટે કોવિંદના નામ પર આ અગાઉ સહમતિના સંકેતો આપ્યાં હતાં. જો કે તેમણે પાર્ટી બેઠક બાદ આ અંગે જાહેરાત કરવાની વાત કરી હતી.

જો કે ઔપચારિક જાહેરાત સાંજે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક બાદ કરવામાં આવશે. નીતિશકુમારના એનડીએ ઉમેદવારને સમર્થ આપવાની વાત એ વિપક્ષની એકતાને મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે. નીતિશકુમારે જ સૌથી પહેલા રાષ્ટ્રપતિ માટે વિપક્ષી એક્તાની વકિલાત કરી હતી. જેડીયુનું રામનાથ કોવિંદને સમર્થન આપવાની જાહેરાતની સાથે જ એનડીએના ઉમેદવારની સ્થિતિ વધુ મજબુત બની ગઈ છે. હવે તેમના પક્ષમાં 50 ટકાથી વધુ મત પડી શકે છે. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી પાર્ટીઓ ગુરુવારે એક બેઠક યોજવાની છે જેમાં ઉમેદવારની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ હવે તામિલનાડુના ડીએમકે પણ કોવિંદને સમર્થન આપવા પર વિચાર કરી શકે છે.

નીતિશકુમારે વિપક્ષમાંથી અલગ રસ્તો પકડ્યા બાદ હવે 2019 માટે થઈ રહેલી વિપક્ષી એક્તાની કોશિશોમાં તિરાડ દેખાઈ રહી છે. જો કે કોંગ્રેસે નીતિશકુમારને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનમાં જોડી રાખવાની ભરપૂર કોશિશો કરી. સૂત્રોના જણાવ્યાં મુજબ નીતિશકુમારે પાર્ટી નેતાઓની મીટિંગમાં કોવિંદને સમર્થન આપવા પાછળ 2 કારણો જણાવ્યાં. પહેલો તર્ક એ રજુ કર્યો કે રામનાથ કોવિંદ બિહારના ગવર્નર બન્યાં ત્યારથી તેમની સાથે સારા સંબંધો છે. રાજ્યપાલ તરીકે કોવિંદે નીતિશકુમાર સરકાર માટે મુશ્કેલીઓ પેદા કરી હોય તેવું ક્યારેય બન્યું નથી.

તેમના કહેવા મુજબ જ્યારે દારૂબંધી પર બનેલો કડક કાયદો વિવાદમાં હતો તેવા સમયમાં પણ અને કાનૂની સ્તરે આલોચના થઈ રહી હતી ત્યારે પણ કોવિંદે તેના પર પોતાની સહમતી કોઈ પણ સવાલ ઉભો કર્યા વગર આપી હતી. આ ઉપરાંત કુલપતિઓની નિયુક્તિ પર પણ નીતિશની પસંદને સહમતી આપી હતી.

બીજો તર્ક એ રજુ કર્યો કે તેઓ તેઓ દલિતો વિરુદ્ધ છે તેવો સંદેશો આપવા માંગતા નથી. નીતિશકુમારે બિહારમાં પોતાની રાજનીતિક જમીન મહાદલિત મતોના આધારે મેળવી હતી. આ મતો તેમનો સૌથી મોટો દાવ પણ છે. તેમના કહેવા મુજબ જો તેઓ કોવિંદનો વિરોધ કરે તો તેનાથી ખોટો સંદેશ જઈ શકે છે.

વિપક્ષથી અલગ થઈને એનડીએના ઉમેદવારને સમર્થન કરવાના રાજનીતિક સંદેશ અંગે નીતિશે કહ્યું કે આ બસ રાષ્ટ્રપતિ ચૂંટણી સુધીનો મામલો છે. તેમણે ઉદાહરણ રજુ કર્યું કે 2012માં એનડીએમાં હતાં તો પણ તેમણે યુપીએના ઉમેદવાર પ્રણવ મુખરજીનું સમર્થન કર્યુ હતું. જો કે ત્યારબાદથી જ તેમના એનડીએ સાથે રાજનીતિક મતભેદો શરૂ થઈ ગયા હતાં અને એક વર્ષ બાદ જેડીયુ ઔપચારિક રીતે એનડીએથી અલગ થયું હતું.

ચાર વર્ષની બાળકીને આરપાર થઈ ગયો સળિયો છતાં અદભૂત બચાવ
Jun 21, 2017 12:42

કૈલારસના સર્વજીત કા પુરામાં રહેતી ચાર વર્ષની બાળકી અનન્યાના પેટને આરપાર ત્રણ ફૂટ લાંબો સળિયા ઘૂસી ગયો હતો, પરંતુ તેનો ચમત્કારીક બચાવ થયો હતો.

બાળકી અનન્યાને તાત્કાલિક ગ્વાલિયર લઈ જવાઈ હતી. ઓપરેશન કરીને બાળકીને આરપાર થયેલો સળિયા દૂર કરાયો છે. અનન્યાના પરિવારના સભ્ય સતેન્દ્ર ધાકડે જણાવ્યું હતું કે મંગળવારે બપોરે ચાર વાગે અનન્યા ધાબા પર રમતી હતી. તેના હાથમાં સળિયો હતો. ધાબા પરથી નીચે ઉતરતી વખતે અનન્યા લપડી પડી હતી અને સળિયો પેટને આરપાર થઈ ગયો હતો.

અનન્યાને તાત્કાલિક કૈલાશની સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી પરંતુ સર્જરીની સુવિધા ન હોવાથી તેને સાંજે સાડા પાંચ વાગે ગ્વાલિયર મોકલી દેવાઈ હતી. ગ્વાલિયર પહોંચતા દોઢ કલાક લાગ્યા હતાં. દોઢ કલાક પછી અનન્યા ગ્વાલિયર પહોંચી હતી. આ સમયમાં બાળકીને ચાર કલાક સુધી અસહ્ય પીડા વેઠવી પડી હતી. ગ્લાવિયરમાં બાળકીને જેએએચના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાઈ છે. રાતે તેનું ઓપરેશન કરાયું હતું. હાલમાં તેની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે.

રિટાયર્ડ જસ્ટિસ કર્ણનને જામીન આપવાની સુપ્રીમે પાડી ના, કહ્યું- 6 મહિના રહેવું પડશે જેલમાં
Jun 21, 2017 12:03

દેશની સર્વોચ્ચ કોર્ટ સુપ્રીમ કોર્ટે આજે કોલકાતા હાઈ કોર્ટના સેવા નિવૃત જજ સીએસ કર્ણનને વચગાળાના જામીન આપી દેવાનો ઈન્કાર કરી દીધો છે. આ સાથે જ કોર્ટે કર્ણનની 6 મહિનાની જેલની સજા પર રોક લગાવવાની પણ ચોક્ખે ચોક્ખી ના પાડી દીધી. અત્રે જણાવવાનું કે કર્ણન કોર્ટના અનાદરના મામલે આરોપી છે અને લાંબા સમય સુધી ફરાર હતાં. પોલીસ ઘણા સમયથી તેમને શોધી રહી હતી. કર્ણનને મંગળવારે જ કોઈમ્બતુરથી ધરપકડ કરવામાં આવ્યાં હતાં.

વાત જાણે એમ છે કે 20 જજો પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવનારા કર્ણન 9મી મેથી ફરાર હતાં. ત્યારબાદ દેશના અનેક ભાગમાં પોલીસ તેમને શોધી રહી હતી. મંગળવારે આ મામલે પોલીસને સફળતા મળી અને કર્ણનની કોઈમ્બતુરથી ધરપકડ થઈ. કર્ણનના વકીલ તરફથી કહેવાયું કે આ મામલે ન તો તેમના તરફથી કોઈ દલીલ થઈ કે સુનાવણી થઈ. આથી હાલ સુપ્રીમ કોર્ટ તેમને જામીન આપે અથવા તો સજા હટાવે.

સુપ્રીમ કોર્ટની બેન્ચે જામી આપવાની અને સજાને હટાવવાની માગણી ફગાવી દીધી. કોર્ટની બે જજોની પેનલે કહ્યું કે સાત જજોની બંધારણીય ખંડપીઠે તેમને છ મહિનાની સજા સંભળાવી છે. આવા સંજોગોમાં પેનલ આ આદેશ પર સુનાવણી કરી શકે નહીં. આ મામલે સુપ્રીમ કોર્ટ પણ ન્યાયિક અનુશાસન પ્રમાણે કામ કરી શકે છે. જો કોઈ રાહત લેવી હોય તો ચીફ જસ્ટિસ સામે કેસ મુકવો પડશે.

શું છે મામલો?

23 જાન્યુઆરીના રોજ જસ્ટિસ કર્ણને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વર્તમાન 20 જજોની એક યાદી સોંપી હતી તથા ભ્રષ્ટાચારના આરોપ લગાવીને તપાસની માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલો ગંભીરતાથી લેતા જસ્ટિસ કર્ણનને અનાદરની નોટિસ પાઠવી હતી. નવમી ફેબ્રુઆરીના રોજ કોલકાતા હાઈકોર્ટના જસ્ટિસ સી એસ કર્ણને સુપ્રીમ તરફથી અનાદરની નોટિસ મળ્યા બાદ તે કોર્ટના રજિસ્ટ્રાર જનરલને પત્ર લખ્યો. પત્રમાં કહેવાયું કે હાઈકોર્ટના હાલના જસ્ટિસ વિરુદ્ધ કાર્યવાહી સુનાવણી યોગ્ય નથી.

તેમણે એમ પણ કહ્યું કે મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ જગદિશ સિંહ ખેહરના રિટાયર્ડ થયા બાદ થવી જોઈએ. જો બહુ જલદી હોય તો મામલો સંસદ રેફર થવો જોઈએ. આ દરમિયાન ન્યાયિક અને પ્રશાસનિક કાર્ય પાછા આપી દેવા જોઈએ. ચીફ જસ્ટિસ ખેહરના નેતૃત્વવાલી સાત જજોની પેનલ પર સવાલ ઉઠાવતા તેમણે તેમના પર દલિત વિરોધી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

લદ્દાખમાં માઈનસ 25 ડિગ્રીમાં જવાનોએ કર્યો યોગાભ્યાસ, ખાસ જુઓ VIDEO
Jun 21, 2017 11:21

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે દુનિયાભરના અનેક ભાગોમાં લોકો યોગ કરી રહ્યાં છે. દેશમાં પણ ઠેર ઠેર યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમો યોજાયા છે. ત્રણેય સેનાઓમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જોરશોરથી મનાવવામાં આવી રહ્યો છે. નેવીના જહાજોથી લઈને સરહદ પર દરેક જગ્યાએ યોગાભ્યાસ કરવામાં આવી રહ્યો છે. લદ્દાખમાં ITBPના જવાનોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે -25 ડિગ્રી તાપમાનમાં બરફ વચ્ચે યોગ કર્યો. આ બાજુ નેવીએ પણ ભારતીય યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્ય પર યોગાભ્યાસ કર્યો.

દિલ્હીમાં નેવીના પ્રમુખ એડમિરલ સુનિલ લાંબા પણ પોતાના નૌસૈનિકો સાથે યોગાભ્યાસ માટે પહોંચ્યાં હતાં. તેમણે એક મુલાકાતમાં કહ્યું કે યોગ સેનાઓ માટે પણ જરૂરી છે. તેમણે કહ્યું કે શારીરિક અને માનસિક રીતે ફિટ રહેવા માટે યોગ જરૂરી છે. યોગ અમારા પાઠ્યક્રમનો હિસ્સો છે. તેમણે એમ પણ કહ્યું કે નેવીના તમામ સ્ટેશનોમાં દરરોજ યોગ થાય છે.

લાલ બત્તી પ્રતિબંધનો પ.બંગાળ સરકારે કાઢ્યો ગજબ તોડ, જાણીને લાગશે નવાઈ
Jun 21, 2017 10:51

દેશભરમાં જ્યારે લાલ બત્તી પર રોક લાગી છે ત્યારે પશ્ચિમ બંગાળમાં હવે આ લાલબત્તીના પ્રતિબંધનો પણ તોડ કાઢવામાં આવ્યો છે. અહેવાલ મુજબ બંગાળની મમતા બેનરજી સરકારે પોતાના વરિષ્ઠ અધિકારીઓ માટે એક એવી વ્યવસ્થા શરૂ કરી છે કે તેઓ પોતાની ગાડીઓ પર અલગ અલગ પ્રકારના ઝંડાઓ લગાવી શકશે.

આ ફ્લેગ સ્કિમ મુજબ આ ઝંડા લંબચોરસ, ત્રિકોણ કે વચ્ચેથી કપાયેલા હશે. તેમને બોનેટ પર લગાવવામાં આવશે અને તેમનો ઉપયોગ ફક્ત ત્યારે જ થશે જ્યારે ઓફિસર ડ્યૂટી પર હશે. આ સ્કિમ ફક્ત IAS ઓફિસરો માટે હશે જેઓ વિભિન્ન સ્તરો પર સરકારનું પ્રતિનિધિત્વ કરે છે.

ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ એન્ડ પર્સનલ દ્વારા એક નોટિફિકેશન જારી કરીને સૂચના આપી દેવાઈ કે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રશાસકોને મળવા પર એ વાતની જરૂરીયાત મહેસૂસ થઈ કે વરિષ્ઠ અધિકારીઓની ગાડીઓ પર ઝંડા લાગેલા હોવાથી સરકારના હેતુઓની જાણ થશે અને પ્રોટોકોલનો ભંગ કર્યા વગર આરામથી પરસ્પર વાત થઈ શકશે.

વીઆઈપી કલ્ચરને પ્રોત્સાહન આપનારી બત્તીઓ પર 3 વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે સરકારને પગલું લેવા અંગે જણાવ્યું હતું. સરકારે ચાલુ વર્ષના મે મહિનાથી લાલ વાદળી બત્તીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે.

JK: સોપોરમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા, હથિયારો અને વિસ્ફોટકો જપ્ત
Jun 21, 2017 09:34

જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં આજે સવારે સુરક્ષાદળો સાથે અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા. વિસ્તારમાં હજુ પણ અથડામણ ચાલુ છે. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચાલુ છે. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી હથિયાર અને વિસ્ફોટકો પણ જપ્ત કર્યા છે.

સોપોરના પઝલપોલ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે. સોપોર પોલીસ, SOG અને સેનાના 22 રાષ્ટ્રીય રાઈફલ્સ જવાનો આ ઓપરેશનમાં સામેલ છે.

દેશભરમાં ઉત્સાહભેર મનાવાઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, PM મોદીએ કયા યોગ આસન કર્યાં તે જાણો
Jun 21, 2017 08:47

આજે આખી દુનિયામાં ત્રીજા યોગ દિવસની ઉજવણી થઇ રહી છે. આ વખતે થીમ યોગા ફોર હેલ્થ (સ્વાસ્થ્ય માટે યોગ) છે. યુએનઓએ ૧૧ ડિસેમ્બર ૨૦૧૪ના દિવસે ૨૧મી જૂનને યોગ દિવસ તરીકે ઊજવવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવા પાછળનું કારણ એ છે કે એ દિવસે ગ્રીષ્મ સંક્રાંતિ થાય છે. મતલબ કે એ દિવસે સૂર્ય પોતાની દિશા બદલે છે. એ સમયે કરેલા યોગ સ્વાસ્થ્ય માટે ઘણા લાભકારી હોય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરસતા વરસાદમાં કયા કયા આસન કર્યાં?

વડાપ્રધાન મોદીએ યોગાભ્યાસ દરમિયાન ભદ્રાસન, દંડાસન, વજ્રાસન ઉષ્ટ્રાસન, શશંકાસન, શવાસન જેવા આસનો કર્યાં. પીએમ મોદીએ યોગ કરતા પહેલા લોકોને સંબોધન પણ કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ભારતમાં અનેક એવા રાજ્યો છે જેમણે યોગને શિક્ષામાં સામેલ કર્યો છે. જેનાથી ભારતની આગામી પેઢીને ફાયદો થશે. મોદીએ કહ્યું કે ફિટ રહેવાની સાથે ખુશ રહેવું પણ જરૂરી છે. યોગથી તમને તે ખુશી મળશે. તેમણે કહ્યું કે લોકોએ યોગને જીવનનો હિસ્સો જરૂર બનાવવો જોઈએ.

તેમણે કહ્યું કે જે સમયે આપણે પહેલીવાર યોગા કરીએ છીએ ત્યારે આપણને શરીરના મહત્વપૂર્ણ અંગે અંગે માહિતી મળે છે. યોગ શરૂ કરવાથી અંગમાં એક નવો જોશ આવે છે. તેમણે એમ પણ કહ્યું કે લોકો જ્યારે મને યોગ અંગે પૂછે છે ત્યારે હું કહ્યું છું કે મીઠું સૌથી સસ્તુ હોય છે પરંતુ ભોજનમાં જો મીઠું ન હોય તો સ્વાદ બગડી જાય છે અને તેની સાથે શરીર ઉપર પણ તેનો પ્રભાવ પડે છે.જીવનમાં મીઠું ન હોય તો જીવન ચાલતું નથી. મીઠાનું આપણા જીવનમાં મહત્વ છે તેમ જ યોગનું પણ હોવું જોઈએ.

દેશમાં ૨૧મી જૂને ૩ મુખ્ય કાર્યક્રમ

લખનઉમાં રમાબાઇ આંબેડકર પાર્કમાં યોગનો કાર્યક્રમ આયોજિત કરાયો છે. અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ૫૦ હજાર લોકોએ યોગ કર્યાં.

અમદાવાદના જીએમડીસી મેદાનમાં બાબા રામદેવની સાથે ૩ લાખ લોકો યોગ કરશે. નવી દિલ્હીના કેનોટ પ્લેસમાં કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત લગભગ ૧૦ હજાર લોકો એક સાથે યોગ કરી રહ્યાં છે.

એ ઉપરાંત દરેક રાજ્યોમાં યોગ માટેના કેટલાય કાર્યક્રમો આયોજિત કરાઇ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સંયુક્ત રાષ્ટ્રસંઘની ઇમારતને યોગ દિવસ પહેલાં રંગબેરંગી રોશનીથી સજાવાઇ છે.

દુનિયામાં પણ સામૂહિક યોગ

અમેરિકા, ઇજિપ્ત, નેધરલેન્ડસ, ચીન, બેલ્જિયમ, જાપાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ક્યૂબા, આર્જેન્ટિના, બોલિવિયા, બ્રાઝિલ, ચિલી , કોલંબિયા, કોસ્ટારિકા, મેક્સિકો સહિત ૧૭૦થી વધુ દેશોમાં યોગ દિવસે સામૂહિક યોગના કાર્યક્રમો યોજાયા છે.

કઇ રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અસ્તિત્વમાં આવ્યો ?

૧૧ ડિસેમ્બર ૨૦૧૪ના દિવસે સંયુક્ત રાષ્ટ્રમાં ૧૯૩ દિવસોમાંથી ૧૭૫ દેશોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસ્તાવ ઉપર મંજૂરીની મહોર મારી હતી. માંડ ૯૦ દિવસોમાં જ વડા પ્રધાન મોદીના આ પ્રસ્તાવને પૂર્ણ બહુમતથી પસાર કરી દેવાયો હતો. સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં કોઇ દિવસ વિશેષને લઇને પ્રસ્તાવ પસાર કરવામાં આ સમયગાળો સૌથી ઓછો રહ્યો છે. પહેલી વખત ૨૧ જૂન ૨૦૧૫ના દિવસે ફક્ત ભારતમાં જ લગભગ ૨૦ કરોડ લોકોએ યોગ કર્યા હતા. દુનિયાભરમાં એ સંખ્યા ૨૫ કરોડથી વધુ હતી.

૫,૦૦૦ વર્ષ જૂનો યોગ

યોગ ૫,૦૦૦ વર્ષ જૂની વિદ્યા છે. કહેવાય છે કે મોએં જો દેરોના ખોદકામ કરતાં જે મહોર મળી હતી, તેમાં પણ યોગ મુદ્રાની એક આકૃતિ જોવા મળી હતી. એ ૭૦૦૦થી ૧૩૦૦ ઇસા પૂર્વની વાત છે. ઋગ્વેદમાં પણ યોગનો ઉલ્લેખ છે. કેટલાક વિદ્વાન હિરણ્યગર્ભ દેવતાને યોગ દર્શનના જનક માને છે. હિંદુ ગ્રંથ ભગવદ ગીતામાં પણ યોગ શબ્દનો કેટલીય વખત ઉપયોગ કરાયો છે. તેમાં શ્રીકૃષ્ણ પરમાત્મા સાથે જોડાવા માટે યોગ શબ્દનો પ્રયોગ કરે છે. કેટલાય ઉપનિષદ અને બીજા ગ્રંથોમાં પણ યોગને મન પર નિયંત્રણનું સાધન મનાયું છે. બુદ્ધકાળના શરૃઆતના ગ્રંથોમાં ધ્યાન, પ્રાણાયામ અને મંત્રનો ઉલ્લેખ છે.

મહર્ષિ પતંજલિ યોગસૂત્ર

૨૦૦-૪૦૦ ઇસવીસનમાં લખાયેલા મહર્ષિ પતંજલિના યોગસૂત્ર પુસ્તકમાં અષ્ટાંગ યોગ અંગે લખ્યું છે. પહેલી વખત યોગ મુદ્રાને પ્રચલિત કરવાનું શ્રેય સંત ગોરખનાથને અપાય છે. ૧૮૯૩માં સ્વામી વિવેકાનંદે પશ્ચિમી દેશોમાં યોગને પહોંચાડયો હતો. શિકાગોની ધર્મસંસદમાં તેમનું રાજયોગ ઉપરનું ભાષણ આજે પણ યાદ કરાય છે. એ બાદ પરમહંસ યોગાનંદ (૧૯૨૦) અને ગુરુ શિવાનંદે (૧૯૩૬) રાજા મહારાજાઓના જમાનામાં યોગને નવી ઊંચાઇએ પહોંચાડયો.

યોગથી રોગના ઉપચાર અંગે સંશોધન

૧૯૨૦-૩૦ ના દાયકામાં માથાનો દુઃખાવો, બ્લડપ્રેશર નિયંત્રિત કરવામાં યોગની ભૂમિકા પર ભારત અમેરિકા સહિત કેટલાય દેશોમાં સંશોધનની શરૃઆત કરાઇ હતી.
૧૯૫૦થી ૧૯૭૦ દરમ્યાન મહર્ષિ મહેશ યોગીના અતીન્દ્રિય ધ્યાન ચર્ચામાં રહ્યું હતું.
૧૯૭૦થી ૧૯૯૦ દરમિયાન રજનીશ (ઓશો)એ દુનિયાભરમાં યોગનો પ્રસાર કર્યો
યોગ અંગે યોજનાઓ
ભારતમાં યોગ સાથે જોડાયેલી કામગીરી આયુષ મંત્રાલય સંચાલિત કરે છે. એકલા યોગના પ્રસાર માટે મંત્રાલય પાસે ગયા વર્ષ સુધી ૨૦૦ કરોડનું બજેટ હતું. દેશભરના ૧૪ લાખથી વધુ શાળાઓમાં બાળકો પાસે યોગ કરાવવાની યોજના છે.
૪૫થી વધુ યુનિર્વિસટી અને કોલેજ ર્સિટફિકેટથી લઇને ડિગ્રી સુધીનો કોર્સ કરાવે છે.

નોકરી માટે ૩ લાખ તકો

યોગ શીખવવા માટે પ્રશિક્ષકોની માગ વર્ષે ૩૫થી ૪૦ ટકાના દરે વધે છે. ભારતમાં હાલમાં ૩ લાખ યોગ પ્રશિક્ષકોની અછત છે. કેટલાય સેલિબ્રિટીઝના યોગ સાથે જોડાવાને કારણે યોગની લોકપ્રિયતામાં વધારો થઇ રહ્યો છે. યોગ વર્ગ માટે લોકો મહિને ૫ હજારથી ૨૫ હજાર સુધીનો ખર્ચ કરે છે. વ્યક્તિગત તાલીમ માટેની ફી ૨.૫૦ લાખ રૃપિયા સુધી લેવાય છે. દુનિયાભરમાં ભારતીય યોગ શિક્ષકોની ભારે માગ છે. એકલા ચીનમાં જ લગભગ ૩,૦૦૦ યોગ શિક્ષક લોકોને યોગ શીખવી રહ્યા છે, તેમાંથી મોટા ભાગના હરિદ્વાર અને ઋષિકેશના છે.

યોગનો વ્યાપાર

અનુમાન છે કે છેલ્લા ત્રણ વર્ષમાં જ યોગના બજારમાં ૧૦૦ ટકાનો વધારો થયો છે. દેશમાં ફક્ત યોગ તાલીમનો વ્યવસાય જ લગભગ ૨.૫૦ હજાર કરોડ રૃપિયાનો થઇ ગયો છે. ૨૦૧૬ના એક હેવાલ મુજબ દેશમાં યોગ સાથે જોડાયેલો વ્યાપાર લગભગ ૧૨,૦૦૦ કરોડ રૃપિયા થઇ ગયો છે. દેશમાં યોગ દરમિયાન પહેરાતા ડ્રેસનો વ્યાપાર લગભગ ૧,૦૦૦ કરોડ રૃપિયા સુધી પહોંચી ગયો છે. દુનિયાભરમાં યોગ એક્સેસરીનો વ્યાપાર લગભગ ૫.૩૭ લાખ કરોડ રૃપિયાનો છે.

ઓનલાઇન ખરીદી ૮૦ ટકા સુધી વધી

યોગ એક્સેસરીઝ માટે લોકો પરંપરાગત બજારને બદલે ઓનલાઇન ખરીદીમાં વધુ રુચિ રાખે છે. ફ્લિપકાર્ટના જણાવ્યા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં યોગ મેટની માગ ૮૦ ટકા અને યોગ કપડાંની માગ ૪૫થી ૫૫ ટકા સુધી વધી ગઇ છે.

યોગનું સૌથી મોટું બજાર બનતું અમેરિકા

અમેરિકા દર વર્ષે યોગ શીખવા માટે લગભગ ૨.૫ અબજ ડોલરનો ખર્ચ કરે છે.
અમેરિકામાં ૬૯,૦૦૦ કરોડ રૃપિયા યોગ અંગેના પુસ્તકો અને બીજા સામાન ઉપર ખર્ચ કરાય છે.
વર્ષ ૨૦૦૮માં અમેરિકામાં ૧.૫૮ કરોડ લોકો યોગ કરતા હતા.
વર્ષ ૨૦૧૬માં આ સંખ્યા વધીને ૩.૬૭ કરોડ ઉપર પહોંચી છે.
વર્ષ ૨૦૦૮માં અમેરિકામાં ફક્ત ૮૧૮ યોગ સ્કૂલ હતી. હવે એ સંખ્યા વધીને ૩,૯૦૦નો આંકડો પાર કરી ગઇ છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે અમેરિકામાં ૩૭ ટકા યોગ કરનારા ૧૮ વર્ષથી ઓછી વયના છે.